શ્રી ભુજ્પુર સેવા સમાજ
પરિવર્તનના વિશ્વે ફૂંકાતા વાયરે
વિજ્ઞાને ભરી છે પ્રગતિમય હરણપાળ
દિન પ્રતિદિન સંસાર બને છે સાંકડો
ને ઘરે ઘરમા ફેલાણી છે ઇન્ટર્નેટ ની જાળ
પાંપણ ઉઘડી … દ્રષ્ટિ મંડાણી… ક્ષિતિજ પર…
તો નજર સામે દેખાણૂ ભડ ભેરૂને ભટ્ટોનૂ ઘામ
હૃુદય હરખાણું … ને હથેળીઓ ખૂલી ગઈ
તો ભેટી પડયું ભાતીગળ ભુજ્પુર ગામ
સંવત ૮૪૫ ના રોજ ગુજરાતના મુન્દ્રા તાલુકામા ભુજ્પુર
ગામની સ્થાપના થઈ. નાગમતી નદીની બાજુમાં વસેલા આ ગામના
ઈ. સ. ૧૮૯૭ મા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના
શિખરબંધ જિનાલયનુ નિર્માણ થયુ. સમય વેહતા ગામમાં
પાંગળાપોળ, ઉપાશ્રય, ધર્મશાળા, કન્યાશાળા, ગુજરાતી
દરબારી સ્કૂલ, સાર્વજનિક વાચનાલય, ભેદા ફ્રી દવાખાનૂ,
એ. જે. એસ. હાઇ સ્કૂલ, આયમ્બિલ ખાતુ, ટેલીફોન
એક્સચેંજ, સરકારી બેન્ક, પોસ્ટ ઓફીસ જેવી સંસ્થાઓ
અસ્તિત્વમા આવી.
ખંત ખમીર અને ખેવનાના વડિલોપાર્જિત વારસાને વતનની
વ્હાલપના વિચારો સાથે, વતનથી સેંકડો માઈલ દૂર કચ્છિયતની
ઓળખને જળકમળવત જાજરમાન રાખી મુંબઈની ધરતી પર પણ
ભુજ્પુરના મહેનતકરા લોકોએ ભુજપુરને આગવી હરોળ પર રાખયુ
છે.
ભુજ્પુર ગામના ભેરુઓ વચ્ચે એક્તા, સંગઠન, પરિસ્પર
પરિચય અને ભાત્રુભાવનો ભાવના કેળવવા અન્યોન્યને
ઉપયોગી અને સહાયક બનવા તેમજ સામાજિક, સાંસ્કૃતિક,
આર્થિક, શેૈક્ષણિક તેમજ વૈદ્યકિય ક્ષૅત્રો એ ઉન્નતી ના
કાર્યો કર્યા. સંવત ૨૦૩૮, ઇ.સ. ૧૯૮૨ મા ભુજ્પુર સેવા
સમાજ નામની રેજિસ્ટર્ડ સંસ્થા અસ્તિત્વમા આવી.
અને આજે ૩૫ વર્ષ પછી પણ “શ્રી ભુજ્પુર સેવા સમાજ”
પોતાના ધ્યેય ને દ્રઢપણે સાર્થક કર્વાના ભગિરથ પ્રયાસો
કરી રહી છે.
MORE |